This blog is useful for the Competitive Exams for Civil Engineers and PWD of Gujarat.

test

Breaking

Post Top Ad

Your Ad Spot

Tuesday, September 28, 2021

તાંત્રિક અધિકારીશ્રીઓને સોપવામાં આવેલ સત્તાઓ બાબત

ગુજરાત સરકાર, માર્ગ અને મકાન વિભાગ, ઠરાવ ક્રમાંક:પીડીડબલ્યુ ૩૦૭૯- ડી.૨પપ૯/પાર્ટ ફાઈલ/ ર૦૧૦ સ

માર્ગ અને મકાન વિભાગ, સચિવાલય, ગાંધીનગર તા:૧૭-૦૨-૨૦૧૧


સંદર્ભ: ઠરાવ ક્રમાંક:પીડીડબલ્યુ-૩૦૭૯- ડી.ર૯૫૯ / ભાગ.૧(૧૩૬)સ, તા.૧૭/૪/૨૦૦૨, માર્ગ અને મકાન વિભાગ, સચિવાલય, ગાંધીનગર.




ગુજરાત રાજયમાં ગુજરાત જાહેર બાંધકામ નિગમ સંગ્રહ હેઠળ મા. વિભાગ તરફથી તાંત્રિક અધિકારીશ્રીઓને સોપવામાં આવેલ સત્તાઓ ઉપર દર્શાવેલ ઠરાવ દવારા નકકી કરવામાં આવેલ છે. આ સત્તા સોંપણી બાદ બજારમાં માલ સામાન,મજુરી અને પરિવહનના ભાવોમાં સારો એવો વધારો થયેલ છે. જેને અનુલક્ષીને વિવિધ કક્ષાના તાંત્રિક અધિકારીશ્રીઓની સપ્રમાણ કામગીરી રહે તે હેતુસર અને યોગ્ય પ્રમાણમાં તાંત્રિકાનાણાંકીય સત્તાઓ તેઓને મળે તે બાબત લક્ષમાં લઈને તથા કામોનું અમલીકરણ ઝડપથી કરી શકાય અને પૂર્ણ કરી શકાય તે બાબતને ધ્યાને લઈ પ્રવર્તમાન સત્તામાં સુધારા વધારા કરવાની બાબત સરકારશ્રીની સધન વિચારણામાં હતી. જે અન્વયે નીચે મુજબનો ઉલ્લેખ ઠરાવમાં કરવામાં આવેલ છે.

પુખ્ત વિચારણાને અંતે માર્ગ અને મકાન વિભાગના ઠરાવ ક્રમાંક:પીડી ડબલ્યુ-૩૦૭૯-ડી-૧૯૫૯ ભાગ-૧ (૧૩૬)સ તા. ૧૭/૪/૨૦૦૨ ના સાથે બિડેલ પત્રક પૈકીના ગુજરાત જાહેર બાંધકામ નિયમ સંગ્રહ હેઠળની સત્તાના ફકરા ન. ૪૪.૧ અનં. ૪૪.૨ માં જણાવેલ વિગત" એક વર્ષથી વધુ ના બદલે ''ભરતી થયેથી ૬ માસ બાદ" કામના અને માલસામાનના પુરવઠાના વચગાળાના માપો લખવાની સત્તા મળી શકશે.


આ સુ મારો હાલના સત્તા સોપણીના ઠરાવમાં સુધારા અંગેની પ્રક્રિયા ચાલુ છે તેમાં દર્શાવ્યા મુજબની વિગતો મુજબ મંજુરી મળે નવા આદેશ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. નવા આદેશો થતા આ સુધારો આપોઆપ રદ થશે.


આ ફેરફાર સિવાય તા.૧૭/૦૪/૨૦૦૨ના ઠરાવની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે.આ ઠરાવ નાણાં વિભાગની તા. ર૮/૦૧/૨૦૧૧ થી મળેલ સંમતિથી બહાર પાડવામાં આવેલ છે.


સદર ઠરાવ ડાઉનલોડ કરવા માટે - ડાઉનલોડ


No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot

Pages